મિશન વન ડે : ટેસ્ટ શ્રેણીના પરાજયને ભુલાવી ટીમ ઈન્ડિયા સજ્જ

મિશન વન ડે : ટેસ્ટ શ્રેણીના પરાજયને ભુલાવી ટીમ ઈન્ડિયા સજ્જ
19 જાન્યુઆરીએ પાર્લ ખાતે પહેલો વન ડે, યુવા બ્રિગેડે પ્રૅક્ટિસમાં પરસેવો પાડયો
નવી દિલ્હી તા.15 : કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટે પરાજય બાદ ટીમ ઈન્ડિયા નવા જોમજુસ્સા સાથે વન ડે શ્રેણી માટે તૈયારીમાં લાગી ગઈ છે. 19મી જાન્યુઆરીએ પાર્લ ખાતે પહેલો વન ડે રમાવાનો છે અને ખેલાડીઓ પ્રેકિટસમાં પરસેવો પાડી રહ્યા છે. 
21 જાન્યુઆરીએ પાર્લ ખાતે જ બીજો વન ડે અને કેપટાઉનમાં ત્રીજો વન ડે 23મીએ રમાશે. દ.આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થયા બાદ ટીમ હવે વન ડે શ્રેણી ફતેહ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. કે.એલ.રાહુલની આગેવાની હેઠળની યુવા બ્રિગેડ અગાઉ અહીં ટીમે કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાગમન કરવા આતુર છે. વર્ષ 2017-18માં કોહલીની આગેવાની હેઠળની ટીમે દ.આફ્રિકામાં 5-1 થી વન ડે શ્રેણી જીતી હતી. દ.આફ્રિકામાં વન ડે શ્રેણી રમવા યુવા બ્રિગેડ પહોંચી ચૂકી છે. ટીમમાં ગબ્બર શિખર ધવને પુનરાગમન કર્યુ છે. ઓફ સ્પિનર જયંત યાદવને તક મળી છે. યુઝવેન્દ્ર ચહલ દ.આફ્રિકી ધરતી પર તરખાટ મચાવવા આતુર છે. ઋતુરાજ ગાયકવાડ, ભુવનેશ્વર કુમાર, ઈશાન કિસન સહિત યુવા ખેલાડીઓએ દ.આફ્રિકી માટે ઉડાન ભરતાં પહેલા ટીમને વન ડે શ્રેણીમાં વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શિખર ધવને નેટ પ્રેકિટસમાં પરસેવો પાડતાં વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer