અકળાયેલા બ્રોડે ચાલુ મેચે રાડ પાડી..

અકળાયેલા બ્રોડે ચાલુ મેચે રાડ પાડી..
વિકેટ પાછળ રોબોટ : ધ્યાન ભંગ થતાં કહ્યં કે, રોવર કેમેરો ફેરવવાનું બંધ કરો
હોબાર્ટ, તા.15 : એશિઝ ટેસ્ટ શ્રેણીમાં હોબાર્ટ ટેસ્ટના બીજા દિવસે અનોખી ઘટના ઘટી હતી. વિકેટકિપર પાછળ સતત ફરી રહેલા રોવર કેમેરા (રોબોટ) અંગે નારાજગી વ્યક્ત કરતાં સ્ટુઅર્ટ બ્રોડે ગુસ્સામાં તેને ફેરવવાનું બંધ કરવા અપીલ કરી હતી. ઈંગ્લેન્ડ માટે શાનદાર બોલિંગ કરનાર સ્ટુઅર્ટ બ્રોડ બીજા દિવસની રમતની શરુઆત સાથે જ નારાજ લાગતો હતો. પહેલી ઈનિંગમાં તેણે ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ખેડવી હતી. એન્ડરસનની ગેરહાજરીમાં તેના પર મોટી જવાબદારી હતી. બીજા દિવસે વિકેટ કિપરની પાછળ ફરી રહેલા રોબોટને રોકવાની તેણે અપીલ કરી હતી. બોલિંગ કરવા તે રનઅપ લઈ રહ્યો હતો ત્યારે જ વિકેટકિપર પાછળ રોવર કેમેરા મંડરાઈ ગયો હતો. જેથી બ્રોડ અકળાઈ ઉઠયો અને એકાગ્રતા ભંગ થતાં નારાજગી વ્યક્ત કરી રાડ પાડી કે આ રોબોટને ફેરવવાનું બંધ કરો. રોવર કેમેરાને કારણે બીજા દિવસે બ્રોડને ભારે મુશ્કેલી થઈ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer