કાલથી અૉસ્ટ્રેલિયન અૉપન, જોકોવિચ અંગે આજે ફેંસલો

કાલથી અૉસ્ટ્રેલિયન અૉપન, જોકોવિચ અંગે આજે ફેંસલો
વિઝા વિવાદ : વિશ્વનો નં.1 ટેનિસ ખેલાડી અૉસ્ટ્રેલિયામાં કસ્ટડીમાં
સિડની, તા.15 : દુનિયાનો નં.1 ટેનિસ ખેલાડી જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે કે નહીં ? તેનો નિર્ણય રવિવારે આવી જશે.સર્બિયાઈ ખેલાડીને બીજીવાર વીઝા રદ થયા બાદ કસ્ટડીમાં લેવાયો છે. ઓસ્ટ્રેલિયન સરકારે સ્પષ્ટ કર્યુ છે કે વ્યક્તિ નહીં, ટુર્નામેન્ટ મહત્ત્વની છે. સોમવારથી ઓસ્ટ્રેલિયન ઓપનનો આરંભ થઈ રહયો છે અને તા.16ને રવિવારે જોકોવિચ મામલે આખરી સુનાવણી થશે. આ ટૂર્નામેન્ટમાં તે રમી શકશે નહીં ? તે અંગે સસ્પેન્શ છવાયુ છે.કોરોનાની વેક્સિન નહીં લીધી હોવાને કારણે આ ટેનિસ ખેલાડીના વીઝા રદ કરી દેવામાં આવ્યા હતા અને તેની અપીલ ફેડરલ કોર્ટ સમક્ષ મોકલવામાં આવી હતી.જો જોકોવિચ કેસ હારી જશે તો તેને 3 વર્ષ વીઝા માટે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. 4 રાત હોટલમાં વિતાવ્યા બાદ તે માસ્ક પહેરેલો કારમાં જોવા મળ્યો હતો. પછી સામે આવ્યુ કે તેને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer