દુબઈથી ભારત આવતી બે ફ્લાઈટ અથડાતાં બચી

ડીજીસીઆઈએ રિપોર્ટ માગ્યો
નવી દિલ્હી, તા. 15 : દુબઈ એરપોર્ટે એક મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં ભારત આવી રહેલી બે ફ્લાઈટ પરસ્પર ટકરાવાથી બચી હતી. ભારતના ડીજીસીઆઈએ સંયુક્ત અરબ અમીરાત વિમાન પ્રાધિકરણ પાસેથી આ બનાવનો રિપોર્ટ માગ્યો છે.  સુત્રો મુજબ અમીરાત બોઈંગ 777 નવમી જાન્યુઆરીના રોજ હૈદરાબાદ માટે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટેથી ઉડાન ભરવાની હતી. વિમાને રનવે ઉપર ચાલવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અચાનક પાયલોટને  ટેક ઓફ રદ કરવા કહ્યું હતું કારણ કે વધુ એક અમીરાત બોઈંગ 777 દુબઈથી બેંગલુરૂ માટે નિર્ધારિત હતી તે રનવેને પાર કરી ગઈ હતી. આ ઘટના બની ત્યારે બન્ને ફ્લાઈટમાં મોટી સંખ્યામાં યાત્રિકો સવાર હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer