નવી દિલ્હી, તા.15 : ગણતંત્ર દિવસ પૂર્વે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તિરંગાનું સમ્માન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરે યોજાતા કાર્યક્રમોમાં જનતા દ્વારા લહેરાવવામાં આવતાં કાગળના તિરંગાને ફાડવામાં ન આવે તથા જમીન ઉપર પણ ફેંકવામાં ન આવે. કેન્દ્રએ એડવાઈઝરીમાં ભારતીય ધ્વજ સંહિતાનું કડકાઈથી પાલન કરાવવા સૂચના આપી છે.