કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી ગુલમર્ગ -9.5 અને પહેલગામ -11.4

શ્રીનગર, તા. 15 : કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે અને ખીણમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ગયો છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે રાતનું તાપમાન આ મોસમનાં સામાન્ય રહેતા તાપમાન કરતાં નીચે ગયું છે. શ્રીનગરમાં પારો શૂન્યથી 4.5 ડિગ્રી સેલ્સીયસ નીચે નોંધાયો છે. જ્યારે એક દિવસ પહેલાં તે શૂન્યથી 3.4 ડિગ્રી નીચે હતો.
પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી 9.5 ડિગ્રી નીચે નોંધાયું છે કાશ્મીરના પહેલગામમાં પારો શૂન્યથી નીચે 11.4 ડિગ્રી નોંધાયો છે. જ્યારે ગઇકાલે તે શૂન્યથી 10.3 ડિગ્રી નીચે હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer