નવી દિલ્હી, તા.15 : ભારતીય હવામાન વિભાગે જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ખરાબ હવામાનને કારણે વિવિધ ઘટનાઓમાં કુલ 1750 લોકોના મૃત્યુ થયા હતા. સૌથી વધુ હવામાન સંબંધિત દૂર્ઘટનાઓ મહારાષ્ટ્રમાં ઘટી હતી. જ્યાં 350 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવામાન સંબંધિત ઘટનાઓથી મહારાષ્ટ્ર ઉપરાંત ઓરિસ્સા અને મધ્યપ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા હતા. વર્ષ 2021માં ગાજ વીજ સાથે વાવાઝોડુ અને વીજળી પડવાની ઘટનાઓમાં 787 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ભારે વરસાદ અને પૂરને કારણે 759 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવામાન વિભાગ અનુસાર, ચક્રવાતી વાવાઝોડાને કારણે 172 લોકોના મૃત્યુ થયા હતા.