શ્રીનગર, તા.15: જમ્મુ-કાશ્મીરના સોપોરની પોલીસે જોઇન્ટ નાકા ઉપર લશ્કરના ત્રણ આતંકવાદીને પકડી પાડયા હતા. તેમની પાસેથી 2 પિસ્તોલ, 2 પિસ્તોલ મેગેઝિન, 13 પિસ્તોલ રાઉન્ડ અને હાથગોળા મળી આવ્યા હતા. જેને પગલે પોલીસની સજાગતાના કારણે કોઈ આતંકવાદી કારસો વિફળ થઈ ગયો હતો. કાશ્મીરમાં ટેરર મોનિટરિંગ ગ્રુપની રણનીતિ આતંકીઓ ઉપર ભારે પડી રહી છે.