ભાજપ મીરા-ભાયંદર મનપાના બે ઉપાયુક્તોને ઘરનો રસ્તો બતાવશે

જીતેશ વોરા તરફથી
ભાઈંદર: મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર ડેપ્યુટી કમિશનરોની રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. ભાજપે આ નિમણૂકનો સખત વિરોધ કર્યો છે અને આગામી જનરલ બોડીની બેઠકમાં આમાંથી બે ડેપ્યુટી કમિશનરને ઘરનો રસ્તો બતાવવાનું નક્કી કર્યું છે. 
રાજ્ય સરકારે મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના માળખાને `ડ' વર્ગની મનપા તરીકે મંજૂરી આપી છે. તદનુસાર, આ કોર્પોરેશનમાં મંજૂર કરાયેલી ચાર ઉપાયુક્તના હોદ્દામાંથી બે ઉપાયુક્તની નિમણૂક સરકાર દ્વારા કરવી જોઈએ અને બાકીના બે ઉપાયુક્ત પાલિકામાંથી સિનિયર લાયકાત ધરાવતા હોવા જોઈએ, એમ રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમમાં છે. તેની જગ્યાએ અહીં ડેપ્યુટી કમિશનરની ચારેય જગ્યાઓ પર રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશનમાં વરિષ્ઠ અને પછાત વર્ગના સ્વપ્નિલ સાવંતની પાચમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે આ નિયમ અનુસાર નથી. 
કમિશનર દિલીપ ઢોલેએ મીરા પાલિકામાં નિયુક્ત કરાયેલા ચાર ઉપાયુક્તને પોતાના વિશ્વાસમાં લઈને સત્તાધારી ભાજપને જોરદાર ધક્કો આપ્યો છે. 
મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય સભામાં આ અંગેનો પ્રસ્તાવ શાસક ભાજપ દ્વારા રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવને બહુમતીથી મંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે.  
ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ જણાવ્યું છે કે કોર્પોરેશનમાં બેફામ ભ્રષ્ટાચારને ડામવા માટે ડેપ્યુટી કમિશનર પદ પર નિયુક્ત કરાયેલા ચારમાંથી બે સરકારી અધિકારીઓને ઘરનો રસ્તો બતાવવાનો ઠરાવ રજૂ કરવામાં આવશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer