બીજિંગ, તા.15 : ચીનની નિર્દયતા પરાકાષ્ટા પર પહોંચી ગઈ છે. લોકડાઉનના નામે ડ્રેગનની તાનાશાહીથી અનેક સગર્ભાઓએ પોતાનાં બાળકો ખોયાં, તો મોટી સંખ્યામાં લોકો ભૂખે મરે છે.
એવા કિસ્સા પણ બન્યા કે, હૃદયરોગનો હુમલો આવતાં, હોસ્પીટલે પહોંચેલા દર્દીને સારવાર ન અપાઈ, જેથી તેનું મોત થઈ ગયું.
શિયાન શહેરમાં લોકડાઉન જીવલેણ પુરવાર થઈ રહ્યું છે. છાતીમાં દુ:ખાવો ઉપડતાં દોડી ગયેલા દર્દીનો ઈલાજ કરવાનો હોસ્પીટલ સ્ટાફે ઈન્કાર કરી દીધો.
પીડામાં તડપતા દર્દીને સ્ટાફ જોતો રહ્યો. થોડીવારમાં દર્દીએ દમ તોડી નાખ્યો હતો. સવા કરોડથી વધુ લોકો ઘરોમાં કેદ છે. મોટાભાગના લોકો ખાવાનું ખૂટી જતાં ભૂખથી તડપી રહ્યા છે.