વેલિંગ્ટન(ન્યૂઝીલેન્ડ),તા.15: ટોંગાનો હુંગા ટોંગા જ્વાળામુખી આજે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે તેનો અવાજ આસપાસનાં દેશો સુધી સંભળાયો હતો. સમુદ્રનાં પેટાળમાં ટોંગા જ્વાળામુખી સક્રિય થતાં આવેલા ભૂકંપથી સુનામીની લહેરો પણ ઉઠી હતી. નુકુઆલોફા સહિત મુખ્ય દ્વીપ ટોંગપાટુ સાથે દરિયામાં સુનામીનાં મોજાં અથડાયા હતાં. આ જ્વાળામુખીનાં વિસ્ફોટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. આ વિસ્ફોટ પછી આકાશ આંબતી ઉંચાઈ સુધી ધુમાડાનાં ગુબ્બારા છવાઈ ગયા હતાં.