જેસલમેરમાં ખાદીથી બનેલા દુનિયાના સૌથી મોટા તિરંગાનું પ્રદર્શન

દેશમાં 74મા સૈન્ય દિવસ ઉપર ખાદીથી બનેલો વિશાળકાય રાષ્ટ્રીયધ્વજ સેના દિવસે શનિવારે રાજસ્થાનના જૈસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ ખાદીથી બનેલો દુનિયાનો સૌથી વિશાળ રાષ્ટ્રીયધ્વજ છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે અગાઉ શુક્રવારે નિવેદનમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન સરહદે લોંગેવાલામાં વિશાળકાય ઝંડો પ્રદર્શિત કરવામાં આવશે. લોંગેવાલા સીમા ચોકી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઐતિહાસિક ઘટનાની સાક્ષી રહી છે. આ ખાદીનો ત્રિરંગો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને અંદાજિત 1400 કિલોગ્રામ વજનનો છે અને તેનું પાંચમી વખત સાર્વજનિક પ્રદર્શન થયું છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer