નવી દિલ્હી, તા. 15: એચડીએફસી બેન્ક બાદ હવે એસબીઆઇએ એફડીના વ્યાજદર વધારવાની ઘોષણા કરી છે. એસબીઆઇની વેબસાઇટ મુજબ દરોમાં બદલાવ બે કરોડ રૂપિયાથી ઓછાથી ડિપોઝિટ ઉપર કરવામાં આવ્યો છે. એફડી ઉપર વધેલા વ્યાજદર 15 જાન્યુઆરી 2022થી લાગુ કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ બેન્કે અમુક સમયગાળાની એફડીમાં 10 બેસિસ પોઇન્ટ સુધી વ્યાજદર વધાર્યો છે. હવે એફડી ઉપર 2.90 ટકાથી લઈને 5.40 ટકા સુધી વ્યાજ મળશે જ્યારે સિનિયર સિટિઝનને 5.5 ટકાને બદલે 5.6 ટકા વ્યાજ મળશે. આ અગાઉ પ્રાઇવેટ સેક્ટરની એચડીએફસી બેન્કે અમુક સમયમર્યાદાની એફડી ઉપર વ્યાજદરમાં વધારો કર્યો હતો. એચડીએફએસીએ પણ બે કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી ઉપર વ્યાજદર વધારાનો નિર્ણય કર્યો છે.