તબીબી વિદ્યાર્થીની જાતિવાદ ટીપ્પણને લીધે 17 જણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મુંબઈ, તા. 15 (પીટીઆઇ) : મુંબઈની સરકારી તબીબી કૉલેજ અને હોસ્ટેલના વિદ્યાર્થી ઉપર જાતિવાદી ટિપ્પણ કરી અને રેગિંગ કરવાના આરોપમાં 17 જણ વિરુધ્ધ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. અધિકારીએ શનિવારે જણાવવ્યું હતું કે શુક્રવારે જી. એસ. મેડિકલ કૉલેજ અને કેઇએમ હૉસ્પિટલના ઓકયુપેશનલ થેરેપીની 24 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ મામલો સામે આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ આરોપ મૂકયો હતો કે તેના હોસ્ટેલના સાથી અને મેડિકલ કૉલેજના અન્ય વિદ્યાર્થીઓ જાતિવાદની ટિપ્પણ કરી તેની ટિખ્ખળ કરે છે. ફરિયાદી મુજબ ગત ત્રણ વર્ષમાં અનેકવાર આરોપીઓએ તેની હેરાનગતિ કરી છે અને કેટલીકવાર તો વોર્ડનની હાજરીમાં તેની મજાક કરવામાં આવી છે અને વૉર્ડને કોઈ કાર્યવાહી કરી નહોતી. ગયા મહિને ડીનને આ અંગે ફરિયાદ કરાયા બાદ હોસ્ટેલમાં રેગિંગ વિરોધી સમિતિની બેઠક થઈ હતી. જેની કોઈ અસર થઈ નહોતી. ત્યારબાદ પીડિતે ભોઈવાડા પોલીસ સ્ટેશને આરોપી વિદ્યાર્થીઓ, વૉર્ડન અને અન્ય વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. અધિકારી અનુસાર પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એકટ અને મહારાષ્ટ્ર એન્ટી રેગિંગ એકટ તેમ જ આઈપીસીની કલમ હેઠળ 17 જણ સામે  એફઆઈઆર નોંધવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer