કોરોના : મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો

કોરોના  : મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો
સ્વામિંગ પૂલ, જિમ, સ્પા, વેલનેસ સેન્ટરો અને બ્યુટી સલૂન સોમવારથી બંધ, રાત્રે કર્ફ્યુ લદાયો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હોવાથી રાજ્ય સરકારે શનિવારે નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. એ અનુસાર સ્વામિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટરો અને બ્યુટી સલૂન સોમવારથી બંધ રહેશે અને રાત્રિ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. 
  • સવારે પાંચથી રાત્રે 11 સુધી પાંચથી વધુ લોકો ભેગા થઈ નહીં શકે. 
  • રાત્રે 11થી સવારે પાંચ સુધી કર્ફ્યુ રહેશે. માત્ર આવશ્યક કામ માટે જ બહાર નીકળી શકાશે. એ સિવાય ટિકિટ સાથે હશે ઍરપૉર્ટ, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જઈ શકાશે. 
  • ખાનગી અૉફિસોમા સ્ટાફની મર્યાદા 50 ટકા રાખવાની સલાહ. રસીનો બે ડૉઝ લેનાર જ અૉફિસમાં હાજરી શકશે. હાજરીને 50 ટકા કરવા સ્ટાફના સમયમાં ફેરફારની છૂટ અપાઈ છે. રાત્રે મુસાફરી કરનાર આ સ્ટાફની ગણતરી આવશ્યક સેવામાં કરાશે. તેમણે તેમનું આઈ-કાર્ડ બતાવવું પડશે. 
  • લગ્નમાં 50 મહેમાનોની મર્યાદા, અંતિમવિધિમા 20 ડાઘુ જ હાજરી આપી શકશે, જ્યારે અન્ય સમારંભોમા 50 લોકો હાજર રહી શકશે. 
  • સ્કૂલ, કૉલેજો અને કાચિંગ ક્લાસિસ હવે 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટેની પ્રવૃતિઓને પરવાનગી અપાશે. 
  • હેર કાટિંગ સલૂન 50 ટકા હાજરી સાથે કામ કરશે અને રાત્રે દસથી સવારે સાત સુધી બંધ રહેશે. 
  • રાષ્ટ્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા સિવાય ખેલકૂદની તમામ પ્રવૃતિ મુલત્વી રાખવી પડશે. પ્રેક્ષકોની હાજરીને પરવાનગી નહીં અપાય.     

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer