નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન થયેલી સુરક્ષાની ખામીને વખોડતું બ્રિટિશ શીખ ઍસોસિયેશન

નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન થયેલી સુરક્ષાની ખામીને વખોડતું બ્રિટિશ શીખ ઍસોસિયેશન
લંડન, તા. 8 : વડા પ્રધાન સરકારના લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા વડા હોય છે અને સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે, કોઈ એક રાજ્યનું નહીં. એટલે કોઈએ પણ એ નેતાના અધિકારને ઓછા આંકવા જોઈએ નહીં, જેમણે દેશ ચલાવવાનો છે. તેમને જનતાને મળવાનો અને શુભેચ્છા આપવાનો બંધારણીય હક છે, પરંતુ મુઠ્ઠીભર લોકોએ દેખાવો કરી વડા પ્રધાનની સુરક્ષા જોખમમાં મૂકવાની સાથે કાર્યક્રમમાં વિઘ્ન ઊભું કર્યું.
હકીકતમાં, દેશ વડા પ્રધાન પંજાબના લોકોને શું સંદેશો આપવાના છે એની રાહ જોઈ રહ્યા હતા. પંજાબને તેઓ સૌથી વધુ સન્માન આપે છે. પંજાબના લોકો માટે નરેન્દ્ર મોદી જેટલું કાર્ય અન્ય કોઈ વડા પ્રધાને નહીં કર્યું હોય. તેમણે લોકોની ધાર્મિક લાગણીઓને માન આપી કરતારપુર કોરિડૉર ખોલ્યો. શીખ ધર્મગુરુઓની શિક્ષાપત્રીને ઇન્ડિયન ડિપ્લોમેટિક મિશન થકી દુનિયાભરમાં પ્રચાર કર્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની 550મી જયંતિ ધામધૂમથી ઊજવી હતી. એ રીતે દસમા ગુરુ ગોવિંદ સિંહજીની 350મી જયંતિ અને નવમા ગુરુતેગ બહાદુરજીની 400મી જયંતિ મોદીજીના પ્રયાસોને કારણે ભવ્યતાથી ઉજવાઈ હતી. દેશના અન્ય કોઈ વડા પ્રધાને શીખ ગુરુઓ પ્રત્યે આટલી શ્રદ્ધા દાખવી નથી.
પંજાબના ખેડૂતોના સન્માન આપી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા લોકતાંત્રિક રીતે પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ રદ કર્યા. કઈ પણ હોય, પંજાબના લોકોએ વિવાદાસ્પદ ખરડાઓ પાછા ખેચવા માટે વડા પ્રધાન પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરવો જોઈતો હતો, એ પણ ગુરુનાનક દેવજીના જન્મદિવસે.
જે લોકોએ પ્રવાસમાં વિઘ્ન ઊભું કર્યું તેમણે સમજવું જોઈએ કે વડા પ્રધાન તેમના રાજ્યને વધુ લાભ આપવા આવ્યા છે. યાત્રામાં વિઘ્ન ઊભું કરી તેમણે સમગ્ર પંજાબના વિકાસમાં બાધા નાખી છે.
પંજાબના નેતાઓને હું આગ્રહપૂર્વક કહું છું કે તેઓ વડા પ્રધાનની સ્પષ્ટ શબ્દોમાં માફી માગે અને જે રીતે તેમણે યાત્રા રદ કરવી પડી એ માટે પ્રશ્ચાતાપ વ્યક્ત કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન સંસદમાં શક્તિ પ્રદર્શન માટે પંજાબ પર નિર્ભર નથી. હકીકતમાં પંજાબે એના ભવિષ્યના વિકાસમ માટે વડા પ્રધાનની સદભાવના પર નિર્ભર છે. 
એક સીમાવર્તી રાજ્ય હોવાને કારણે, પંજાબમાં પડોશી રાજ્ય આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલી પદાર્થોની દાણચોરી સામે લડવા માટે કેન્દ્ર સરકારની જરૂર છે, નહીં તો ભાવિ પેઢીએ ગંભીર પરિણામ ભોગવવા પડશે, એમ બ્રિટિશ શીખ ઍસોસિયેશનના ચેરમેન રામી રેન્જરે જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer