સીએનજી અને પીએનજીના ભાવમાં આજથી વધારો

સીએનજી અને પીએનજીના ભાવમાં આજથી વધારો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : કોપ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને રાંધણગેસ (પાઈપ લેચરલ ગેસ-પીએનજી)ના ભાવમાં રવિવારથી વૃદ્ધિની જાહેરાત કરવામાં આવી છે. સીએનજીનો ભાવ દર કિલોએ ટૅક્સ સાથે 2.50 રૂપિયા વધશે, જ્યારે પીએનજીનો ભાવ યુનિટ દીઠ દોઢ રૂપિયો વધારાયો છે. 
છેલ્લાં એક વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી, 2021થી જાન્યુઆરી, 2022 વચ્ચે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીનો ભાવ 18 રૂપિયાથી વધારાયો છે. 
આ વધારાને પગલે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીનો ટૅક્સ સહિતનો ભાવ કિલો દીઠ રૂપિયા 66નો, જ્યારે પીએનજીનો ભાવ યુનિટ દીઠ 39.50નો થઈ જશે. 
ઓટો, ટૅક્સ અને સરકારી બસો સીએનજી પણ ચાલતી હોય છે અને આ વધારાની એમના પર વિપરિત અસર પડશે. આને પગલે ટૅક્સી યુનિયનોએ પાંચ રૂપિયાનો જ્યારે ઓટો યુનિયનોએ રૂપિયા બેનો વધારો માગ્યો છે. 
રિક્ષા યુનિયનના નેતા શશાંક રાવે કહ્યું હતું કે, સરકાર જો ભાવ વધારો પાછો ખેંચી લે તો રિક્ષા કે ટૅક્સીની ભાડાવૃદ્ધિની માગ જ પડતી મુકાશે. લોકો વધુ એક વધારો સહન કરી નહી શકે અને એ વૃદ્ધિ માગવાનું પણ બરાબર નથી. એટલે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરતો પત્ર અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પરિવહનપ્રધાન અનિલ પરબને લખવાના છીએ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer