દુનિયામાં કોરોના સંક્રમિતો 30 કરોડને પાર

દુનિયામાં કોરોના સંક્રમિતો 30 કરોડને પાર
24 કલાકમાં નવા 27 લાખ દર્દી, વિશ્વમાં કુલ 54.57 લાખ મોત, 25.82 કરોડ સાજા થયા
વોશિંગ્ટન, તા.8 : યુરોપ, અમેરિકા બાદ ભારતમાં પણ ભય વધારતી સ્થિતિ વચ્ચે 24 કલાક દરમ્યાન દુનિયામાં 29.96 લાખ નવા દર્દી સામે આવ્યા છે, તો 6369 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે.
સમગ્ર વિશ્વમાં આજની તારીખે કુલ્લ 30.37 કરોડ સંક્રમિતો છે, જેમાંથી 25.82 કરોડ સાજા થઈ ચૂક્યા છે. 
દુનિયામાં આજની તારીખે ચાર કરોડ સંક્રમિતો સારવાર હેઠળ છે, તો 54.97 લાખ દર્દી જાન ગુમાવી ચૂક્યા છે.
પહેલી લહેરમાં દર્દીઓનો આંકડો 10 કરોડ હતો. ત્યારબાદ છ મહિનામાં 20 કરોડ થયો અને વધુ 10 કરોડ દર્દીના ઉમેરામાં માત્ર પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. 
અમેરિકામાં 8.49 લાખ નવા દર્દી સામે આવ્યા હતા, ફ્રાન્સમાં 3.28 લાખ, બ્રિટનમાં 1.78 લાખ, ભારતમાં 1.41 લાખ, સ્પેનમાં 1.15 લાખ, આર્જેન્ટિનામાં 1.10 લાખ, ઈટાલીમાં 1.08 લાખ નવા સંક્રમિતો સામે આવ્યા હતા.  અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયામાં નવા સંક્રમિતોની સંખ્યામાં દિવસો દિવસ વિક્રમી વધારો થવા માંડયો છે.
અલબત્ત, દર્દીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ આશ્વાસન લેવા જેવી હકીકત એ છે કે, કોરોના સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં ઘટાડો આવ્યો છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer