કોરોના પ્રતિબંધોની અસર 10 દિવસમાં જ વેપારમાં 45 ટકાનો ઘટાડો

કોરોના પ્રતિબંધોની અસર 10 દિવસમાં જ વેપારમાં 45 ટકાનો ઘટાડો
નવી દિલ્હી, તા. 8 : દેશના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્ર સરકાર તેમજ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને કહ્યુ છે કે, કોરોનાથી બચવા માટે તમામ પગલા ભરવા જોઈએ પણ સાથે સાથે વેપારી પ્રવૃત્તિઓ અને આર્થિક ગતિવિધિઓ ચાલતી રહે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો વધારે સારુ રહેશે. 
કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બી સી ભરતીયા તેમજ મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યુ હતુ કે, અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાગુ થયા બાદ છેલ્લા દસ દિવસમાં દેશમાં વેપારમાં 45 ટકાનો ઘટાડો થયો છે. શહેર બહારથી આવનાર ખરીદનારા આવી રહ્યા નથી અને રિટેલ ખરીદી પર પણ અસર પડવા માંડી છે.
કેટ દ્વારા 36 શહેરોમાં વેપારીઓ પર સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં જાણવા મળ્યુ છે કે, એફએમસીજી 35 ટકા, ઈલેક્ટ્રોનિક્સ 45 ટકા, ફૂટવેર 60 ટકા, જ્વેલરી 30 ટકા, રમકડા 65 ટકા, ગિધટ આઈટમ 65 ટકા, મોબાઈલ 50 ટકા, બિલ્ડર હાર્ડવેર 40 ટકા, સેનેટરી વેર 50 ટકા, કપડા 30 ટકા, કોસ્મેટિક 25 ટકા, ફર્નિચર 40 ટકા, ઈલેક્ટ્રિકલ 35 ટકા, સુટકેસ લગેજ 45 ટકા, અનાજ 20 ટકા, રસોઈ ઉપકરણો45 ટકા, ઘડિયાળો 35 ટકા, કોમ્પ્યુટર 30 ટકા, સ્ટેશનરી 35 ટકા.વેપારી ઘટયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer