ખ્વાજાની ફરી સદી : ઇંગ્લૅન્ડને જીત માટે 358 રનની જરૂર

ખ્વાજાની ફરી સદી : ઇંગ્લૅન્ડને જીત માટે 358 રનની જરૂર
અૉસ્ટ્રેલિયાએ 265 રને ડિક્લેર કરી  બીજી ઇનિંગ 
સિડની, તા. 8: ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજા (નોટઆઉટ 101)ની શાનદાર સદીની મદદથી એશિઝ શ્રેણીના ચોથા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ચોથા દિવસે ખ્વાઝાની સદી વડે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે જીત માટે 388 રનનું લક્ષ્ય મૂક્યું હતું. પહેલી ઇનિંગમાં પણ ખ્વાજાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 416 રન બનાવીને ઇનિંગ ઘોષિત કરી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 294 રનમાં સમેટાઈ હતી. જોની બેયરસ્ટોએ ઇંગ્લેન્ડ માટે સદી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ 6 વિકેટે 265 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી અને ઇંગ્લેન્ડ સામે જીત માટે 388 રનનું લક્ષ્ય રાખ્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer