વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કોરોનામાંથી સાજા થયા પછીય થઇ શકે ઓમિક્રોન

નવી દિલ્હી, તા. 8 : દુનિયાભરના શ્વાસ અદ્ધર કરી નાખનાર કોરોના સંકટ ફરી ગંભીર બન્યું છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ સંક્રમણમાંથી સાજા થઇ ગયેલા દર્દીને પણ ઓમિક્રોન ચપેટમાં લઇ શકે છે, તેવી ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતમુજબ, સાજા થઇ ગયા પછી ઓમિક્રોનનાં બીજીવાર સંક્રમણ થવાનો ખતરો હોય છે. આ નવો વેરિયંટ રોગ પ્રતિકારક શક્તિને સરળતાને છેતરી શકે છે. બે વરસમાં કોરોના થયો હોય અને મટી પણ ગયો હોય, તેમ છતાં ઓમિક્રોનથી સંક્રમિત થવાની સંભાવના પુરી છે.
`હુ'ના જણાવ્યાનુસાર, જેમને અગાઉ કોરોના થઇ ચૂકયો છે, તેમને ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન થવાનું જોખમ ચારથી પાંચ ગણું વધારે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer