એમસીએક્સમાં સોનાના વાયદામાં રૂ. 434 અને ચાંદીમાં રૂ.1734નો સાપ્તાહિક ધોરણે ઘટાડો

મુંબઈ, તા. 8 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 31 ડિસેમ્બરથી 6 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 20,18,275 સોદાઓમાં કુલ રૂ.1,58,031.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 288 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 369 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 370 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.  
એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 7,81,443 સોદાઓમાં કુલ રૂ.45,977.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,946ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,169 અને નીચામાં રૂ.47,400 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.434 ઘટી રૂ.47,451ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.287 ઘટી રૂ.38,218 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.4,761ના ભાવે બંધ થયો હતો.  
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,717 અને નીચામાં રૂ.60,200 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,734 ઘટી રૂ.60,426 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,688 ઘટી રૂ.60,735 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,706 ઘટી રૂ.60,732 બંધ થયો હતો.  
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,44,954 સોદાઓમાં કુલ રૂ.37,594.89 કરોડનો ધંધો થયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer