પંજાબ પોલીસે એફઆઈઆરમાં વેઠ ઉતારી

ચંડીગઢ, તા. 8 : ફિરોજપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો રોકવાના મામલામાં ગુનાની સજા માત્ર 200 રૂપિયાના દંડની કરાઇ છે ! ભારતીય દંડ સંહિતાની કલમ 283 લગાવાઇ છે, જેમાં જામીન પોલિસ મથકે જ મળી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, એફઆઇઆરમાં વડાપ્રધાનનો કાફલો રોકવાનો કોઇ ઉલ્લેખ જ નથી કરાયો. વડાપ્રધાનની સુરક્ષા માટે બનેલો એસપીજી કાયદો પણ જોડાયો નથી.
સુપ્રીમ કોર્ટમાં અરજી થવાની જાણ થતાં જ પંજાબ પોલિસે કેસ તો નોંધી નાખ્યો, પરંતુ તેમાં પોલિસની ચૂક પાધરી થઇ ગઇ. વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક જેવાં ગંભીર મામલામાં પણ 18 કલાકનો સમય કાઢી નાખતાં બીજા દિવસે છ જાન્યુઆરીની સાંજે પોલિસે એફઆઈઆર નોંધી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer