મોદી માટે ચન્નીના તુ, તુસી જેવા શબ્દોની ટીકા

કર્તવ્યથી વધુ જીવની ચિંતા હોય તો દેશની જવાબદારી ન લેવાય
ચંડીગઢ, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલા બાદ પંજાબની આખી કેબિનેટ બચાવની મુદ્રામાં આવી ગઇ છે, પરંતુ મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની પોતે આક્રમક વલણમાં જણાય છે. સરદાર વલ્લભભાઇ પટેલનાં કથન અને તસવીર સાથે ટ્વિટ કરતાં ચન્નીએ નોંધ્યું હતું કે, જેને કર્તવ્ય કરતાં પોતાના જીવની વધુ ચિંતા હોય તેણે ભારત જેવા મોટા દેશની જવાબદારી લેવી ન જોઇએ. પંજાબના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચન્ની વડાપ્રધાન માટે `તુ' અને `તુસી'  જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.
વડાપ્રધાન પોતાની જાનનો ખતરો બતાવીને પંજાબમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ફગાવવા માગે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer