કોરોનાનો ઉપદ્રવ વધતાં શોપિંગ મૉલ, રેસ્ટોરન્ટ અને સિનેમાગૃહો પર અંકુશો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : કોરોનાના ઉપદ્રવને પગલે મહારાષ્ટ્ર સરકારે ભીડ નિવારવા લીધેલા નિર્ણયની વિગતો આ મુજબ છે :
  • મનોરંજન ઉદ્યાનો, પ્રાણીબાગ, સંગ્રહલાય, ગઢ ટુરિસ્ટો માટે બંધ રહેશે. 
  • શાપિંગ મૉલ, માર્કેટ કૉમ્પ્લેક્સ 50 ટકાની ક્ષમતા સાથે સવારે આઠથી રાત્રે દસ સુધી જ ઓપરેટ કરશે. ક્ષમતા કેટલાની છે અને કેટલા લોકો અંદર છે એની માહિતી બહાર મૂકવી પડશે. 
રેપિડ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા રાખવી પડશે. 
  • રેસ્ટોરાં અને હૉટેલો પણ 50 ટકાની ક્ષમતા સાથે રોજ સવારે આઠથી રાત્રે દસ સુધી જ ઓપરેટ કરશે. ક્ષમતા કેટલા ગ્રાહકોની છે અને કેટલા લોકો અંદર છે એની માહિતી બહાર મૂકવી પડશે. રસીના બે ડૉઝ લેનારને જ પ્રવેશ મળશે. નિર્ધારિત સમય બાદ એ હોમ ડિલિવરી કરી શકશે. 
  • નાટયગૃહો અને સિનેમાગૃહો પણ 50 ટકાની ક્ષમતા સાથે સવારે આઠથી રાત્રે દસ સુધી જ ઓપરેટ કરી શકશે. ક્ષમતા કેટલા પ્રેક્ષકોની છે અને કેટલા લોકો અંદર છે એની માહિતી બહાર મૂકવી પડશે. રસીના બે ડૉઝ લેનારને જ પ્રવેશ મળશે. 
  • આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ લાગુ પડશે. 
  • મુંબઈ ઍરપૉર્ટ પર ઉતરનાર આંતરદેશીય વિમાની, ટ્રેન અને માર્ગ પ્રવાસીઓએ રસીના બન્ને ડૉઝ લીધા હોવા જોઈશે કે પછી 72 કલાક પહેલાનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો પડશે. ડ્રાઈવરો, ક્લિનરો અને અન્ય સ્ટાફને પણ આ નિયમ લાગુ પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer