રિઝર્વ બૅન્કના બનાવટી દસ્તાવેજોથી ઠગાઈ બદલ ચાર પકડાયા

મુંબઈ, તા.8 : ભારતીય રિઝર્વ બૅન્ક, ડીઆરડીઓ, ઇસરો, રો, બાર્ક, એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, ડચ બેન્ક સહિત અન્ય સરકારી સંસ્થાના બનાવટી દસ્તાવેજો બનાવી લોકો સાથે આર્થિક છેતરપિંડી કરનારા અરિંદમ અતિંદ્રકુમાર, રાજવિંદ્ર અશોક મેહરા, સુમિત કમલ પંજાબી અને નિયાઝ ઉર્ફ કબીર એમ ચાર આરોપીઓની ગુના શાખાની યુનિટ સાતની ટીમે ભાંડુપની અનંતા હોટેલ પાસેથી ધરપકડ કરી છે. તેઓની પાસેથી ભારતીય રિઝર્વ બૅન્ક સહિત અન્ય સરકારી કાર્યાલય,વિદેશી બૅન્ક અને વિદેશી કંપનીઓના બનાવટી દસ્તાવેજો, ચાર મોબાઇલ ફોન, એક લેપટોપ અને રૂા. 30,000 રોકડ જપ્ત કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer