મુંબઈમાં વાદળિયા આકાશ સાથે હળવા વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુંબઈમાં આવતી કાલે હળવા વરસાદની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. આવતી કાલે મહત્તમ ઉષ્ણતામાન 25 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરાં થયેલા 24 કલાકમાં કોલાબા અને સાંતાક્રુઝમાં નહિંવત્ વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરાં થયેલા બાર કલાકમાં કોલાબામાં 0.8 મિ.મી અને સાંતાક્રુઝમાં 4.1 મિ.મી વરસાદની નોંધ થઈ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. દરમિયાન ગત થોડા દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હવામાનમાં ભારે ફેરફાર નોંધાયો છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ નિર્માણ થયો છે. જેને લીધે વાયવ્ય ભારત અને મધ્ય ભારતમાં અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધવાનું છે. આગામી બે દિવસ હવામાનની આ સ્થિતિ રહેવાની છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer