11 લાખ શરણાર્થી અફઘાનિસ્તાન પરત

11 લાખ શરણાર્થી અફઘાનિસ્તાન પરત
નવી દિલ્હી, તા. 27: યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને એર રિપોર્ટ જારી કર્યો છે. જેના અનુસાર નાગરિક દસ્તાવેજના અભાવમાં અંદાજિત 11.46 લાખ અફઘાની શરણાર્થી ઈરાન અને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે. જેમાં ઈરાનથી પરત ફરનારા શરણાર્થીની સંખ્યા વધારે છે. 
એક અહેવાલ પ્રમાણે તાલિબાનના અફઘાનિસ્તાન ઉપર કબજા બાદ પલાયનમાં તેજી આવી હતી. હજારો અફઘાન શરણાર્થી તુર્કી, ભારત, યુરોપ, ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા સહિતની બોર્ડરથી બીજા દેશોમાં પહોંચ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાની સંઘર્ષ અને અસુરક્ષાનાં કારણે અફઘાનિસ્તાનના 50 લાખથી વધારે લોકોએ દેશ છોડયો છે. ચાલુ વર્ષે એક જાન્યુઆરીથી 21 નવેમ્બર વચ્ચે 6.67 લાખ લોકો પોતાનું ઘર છોડીને બીજા દેશમાં શરણ લઈ રહ્યા છે. એક બીજા રિપોર્ટ અનુસાર 15 ઓગસ્ટ બાદ દેશની અંદાજિત 95 ટકા વસતી ગરીબી રેખાથી નીચે પહોંચી છે. ગરીબી વધવાની સાથે અફઘાનિસ્તાનની આર્થિક પરિસ્થિતિ પણ ગંભીર બની છે. તાલિબાની કબજા બાદ અફઘાનિસ્તાનની ઇકોનોમીમાં 35 ટકાનો ઘટાડો આવ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer