ચિદમ્બરમ પિતા-પુત્ર હાજીર હો... ઍરસેલ મેક્સિસ કેસમાં દિલ્હી કોર્ટનું તેડું

ચિદમ્બરમ પિતા-પુત્ર હાજીર હો... ઍરસેલ મેક્સિસ કેસમાં દિલ્હી કોર્ટનું તેડું
નવી દિલ્હી, તા. 27 : એરસેલ મેક્સિસ મામલામાં દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ આરોપ પત્ર ઉપર સંજ્ઞાન લીધા બાદ શનિવારે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને અન્ય સામે સમન જારી કર્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે આ મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. આ કેસને લઈને અતિરિક્ત સોલિસિટર જનરલ સંજય જૈને કોર્ટને પહેલા જ કહ્યું હતું કે, એજન્સીઓએ વિભિન્ન દેશોને લેટર રોગેટરી મોકલ્યા હતા. જેના સંબંધમાં અમુક ઘટનાક્રમ બન્યા હતા. સીબીઆઈએ પણ કોર્ટને કહ્યું હતું કે, તે એક અલગ દિશા ઉપર કામ કરી રહી છે. એજન્સીઓના આરોપ પત્ર જોઈને કોર્ટે મામલાને ગંભીર બતાવ્યો હતો. આ કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે 2006મા એરસેલ મેક્સિસ ડીલને મંજૂરી તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે આપી હતી. તે સમયે નાણા મંત્રી પાસે 600 કરોડ સુધીના પ્રોવેજેક્ટને મંજુરીનો અધિકાર હતો અને વધારાના પ્રોજેક્ટ માટે કેબિનેટમાંથી મંજૂરી લેવાની રહેતી હતી. તેમ છતા ચિદમ્બરમે 3500 કરોલડની એફડીઆઈને મંજૂરી આપી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer