એલપીજી સસ્તું થઈ શકે; પેન્શનરોએ ડિસેમ્બર પહેલાં જમા કરાવી લેવું પડશે લાઇફ સર્ટિફિકેટ

એલપીજી સસ્તું થઈ શકે; પેન્શનરોએ ડિસેમ્બર પહેલાં જમા કરાવી લેવું પડશે લાઇફ સર્ટિફિકેટ
ડિસેમ્બરથી બદલાશે કેટલાક નિયમો 
નવી દિલ્હી, તા. 27: નવેમ્બર મહિનો પૂરો થવાનો છે અને આ સાથે જ સામાન્ય લોકોનાં જીવન સાથે જોડાયેલા અમુક નિયમોમાં પણ ફેરફાર આવશે. નવા મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમત બદલી શકે છે. આ ઉપરાંત બેન્કિંગ અને પેન્શન સંબંધિત અમુક નિયમોમાં પણ ફેરફાર આવવાના છે. 
ઇપીએફઓએ યુએએન અને આધારને લિંક કરવાની સમયસીમા વધારીને 30 નવેમ્બર કરી હતી અને હવે તેમાં વિસ્તારની આશા ઓછી છે. તેવામાં ત્રણ દિવસમાં બાકી રહેલા લોકોએ યુએએન સાથે આધાર લિંક કરાવી લેવું પડશે. આ ઉપરાંત સરકારે તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીદે ગેસની કિંમતની સમીક્ષા કરે છે. તેવામાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાને લઈને એલપીજીની કિંમતમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. 
સરકારી પેન્શનર્સ માટે જીવન પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. સમયસીમાની અંદર લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવનારા સરકારી પેન્શનર્સને પેન્શન મળતું બંધ થઈ જશે. આ પત્ર એક વર્ષ માટે વેલિડ ગણાય છે અને ઘરે બેઠા ડિજિટલી પણ અપલોડ કરી શકાય છે. ડિસેમ્બરથી એસબીઆઇનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરી રહેલા લોકોને પણ બદલાવનો સામનો કરવો પડશે. હવે એસબીઆઇના ક્રેડિટ કાર્ડ ઉપર ઇએમઆઇથી ખરીદી મોંઘી થશે. જેમાં પ્રોસેસિંગ ફી ભરવી પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer