ઓમિક્રોન સામે દુનિયામાં કેટલાય દેશોમાં નાકાબંધી

નવી દિલ્હી, તા. 27 : કોવિડનો નવો ઘાતક વેરિઅન્ટ સામે આવતાં ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, જર્મની સહિત દેશો બાદ અમેરિકા, સાઉદી અરેબિયા, બ્રાઝિલ સહિત દેશોએ પણ નાકાબંદીનો નિર્ણય લેતાં દક્ષિણ આફ્રિકાની ઉડાનો પર રોક મૂકી દીધી છે.
બીજીતરફ, દક્ષિણ આફ્રિકાના આરોગ્યપ્રધાને ઉડાનો પર પ્રતિબંધના પગલાંને અયોગ્ય ગણાવી દીધું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને જણાવ્યું હતું કે, સોમવારથી દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, નામીબિયા, મોઝામ્બિક, મલાવીથી હવાઈયાત્રા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
જાપાને પણ આફ્રિકી દેશોના યાત્રીઓ માટે નિયમો કડક કરતાં આ તમામ દેશોમાંથી આવતા યાત્રીઓને 10 દિવસ ક્વોરેન્ટાઈન ફરજિયાત કરી નાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્યમંત્રી ગ્રેગ હંટે શનિવારે જણાવ્યું હતું કે, નવ આફ્રિકી દેશોની તમામ ઉડાન 14 દિવસ માટે રોકી દેવાઈ છે.
દક્ષિણ આફ્રિકી આરોગ્યમંત્રી જો ફાલાએ પ્રતિબંધને વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના નિયમોથી વિરુદ્ધ ગણાવ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer