સોમવારે સંસદમાં હાજર રહેવા ભાજપની સાંસદોને વ્હીપ

નવી દિલ્હી, તા.27 : સોમવાર (29 નવેમ્બર)થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે સરકાર કૃષિ કાયદા પરત ખરડો રજૂ કરી શકે છે. ભાજપે પોતાના તમામ સાંસદોને ત્રણ લાઈનનો વ્હીપ જારી કરીને તે દિવસે સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. રાજ્યસભા સાંસદોને અગાઉ જ વ્હીપ આપવામાં આવી ચૂકયો છે. સૂત્રો અનુસાર સોમવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર આ ખરડો રજૂ કરશે. તે દિવસે જ સદનમાં કૃષિ કાયદાઓને પરત લેવા અંગે ચર્ચા થશે અને તેને પસાર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ત્રણે કૃષિ કાયદાને પરત લેવાનું એલાન કર્યું હતું. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer