દેશમાં કોરોના સંક્રમણ ઓસરે છે નવા 8,318 સંક્રમિતો સામે 10 હજાર સાજા

નવી દિલ્હી, તા. 27 : ઓમિક્રોનથી ઉચાટ વચ્ચે ભારતમાં શનિવારે નવા સંક્રમિતોની સંખ્યા ફરી 10 હજારથી નીચે ગઇ હતી, તો સારવાર લેતા દર્દીઓનો આંક પણ છેલ્લા 541 દિવસમાં સૌથી ઓછો રહી ગયો છે.
દેશમાં આજે 8318 નવા દર્દી સામે આવતાં કુલ સંખ્યા 3,45,63,749 થઇ?ગઇ છે, તો આજે વધુ 465 દર્દી `કોરોનાનો કોળિયો' બની જતાં કુલ 4,67,933 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે.
આજે એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ કેસોના ઘટાડા બાદ આજની તારીખમાં માત્ર?1,07,019 દર્દી સારવાર હેઠળ છે.
દેશના વિવિધ?રાજ્યોમાં 24 કલાક દરમ્યાન વધુ 10,967 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ 3 કરોડ 39 લાખ 88,797 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે.
સાજા થતા દર્દીઓનો દર અર્થાત રિકવરી રેટ વધીને 98.34 ટકા થઇ ગયો છે. સક્રિય કેસોનું પ્રમાણ પણ ઘટીને 0.31 ટકા થઇ ગયું છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાને રફ્તાર પકડી હોવાની પ્રતીતિરૂપે અત્યાર સુધી કુલ 121.06 કરોડ લોકોને રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer