જીએસટી દરના વધારાનો વિરોધ કરશે વેપારીઓ

મુંબઈ, તા. 27 : ટેક્સ્ટાઈલ, ફૂટવેર અને સ્ટેશનરી પર 12 ટકા જીએસટી લગાડવાના અધ્યાદેશના વિરોધમાં દેશભરના વેપારીઓ એક થઈ રહ્યા છે. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા 28મી નવેમ્બરે વીડિયો કૉન્ફરન્સનું આયોજન કરાયું છે. કૈટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે જીએસટી દરમાં વધારાને કારણે કારોબારને નુકસાન થશે.
આ મિટિંગમાં દેશભરના વેપારીઓ ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. 2017માં જીએસટી લાગુ થયા બાદ કાયદા અને નિયમોમાં 1100થી વધુ સુધારા કરાયા છે. કાયદા અને નિયમોનું પાલન વેપારીઓ માટે બોજ સમાન બની ગયું છે. જીએસટી પોર્ટલ ચાર વર્ષ પછી પણ સ્થિર થઈ શક્યું નથી. એને પરિણામે વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer