દેશમાં 30 દિવસમાં 2400 છાત્ર કોરોના પોઝિટિવ

નવી દિલ્હી, તા. 27: દેશમાં કોરોના સંક્રમણે ફરીથી ચિંતાજનક સ્થિતિ બનાવી છે. 10 મોટા રાજ્યોમાં છેલ્લા 30 દિવસની અંદર 2400 છાત્ર કોરોના સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધારે 2700 છાત્ર મહારાષ્ટ્રના છે. સંક્રમિત થનારા મોટાભાગના છાત્ર લગ્નમાં સામેલ થયા હતા અથવા તો તેમના પરિજનો પ્રસંગમાં સામેલ થયા હતા. બીજી તરફ કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં પોઝિટિવ છાત્રોની સંખ્યા વધીને 182 થઈ છે. રાજસ્થાનમાં 20 સપ્ટેમ્બરથી શાળા શરૂ કરવામાં આવી છે. તેવામાં 23 નવેમ્બરના રોજ 185 બાળકનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 12 કોરોના પોઝિટિવ નીકળ્યાં હતાં. તેવામાં જે શાળામાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેને બંધ કરવામાં આવી છે. ઓરિસ્સામાં 23 નવેમ્બરના સરકારી શાળાની 53 છાત્રા અને સંબલપુરમાં મેડિકલ કોલેજના 22 છાત્ર સંક્રમિત મળી આવ્યા હતા. પંજાબમાં પણ એક શાળામાં 14 છાત્ર કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા જ્યારે હિમાચલના કાંગડા જિલ્લામાં જ 408 છાત્ર કોરોના પોઝિટિવ થયા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer