ઓમિક્રોન સામે મોડર્નાનો બૂસ્ટર ડૉઝ : અમેરિકી કંપનીની ઘોષણા

વોશિંગ્ટન, તા. 27: કોરોના વાયરસના નવા વોરિઅન્ટ ઓમિક્રોનથી દુનિયાભરના લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે અમેરિકાની દવા નિર્માતા કંપની મોડર્નાએ જણાવ્યું છે કે, તે ઓમિક્રોનને નાથવા બૂસ્ટર શોટ તૈયાર કરશે.
મોડર્નાના સીઈઓ સ્ટીફન બૈંસલે કહ્યું હતું કે, આ કંપનીની એ ત્રણ રણનિતિમાં સામેલ છે, જે નવા પડકારો સામે લડવા અમે બનાવેલી છે.
બીજી તરફ ફાઈઝર અને બાયોએનટેક કંપનીઓએ કહ્યું છે કે, તેમની રસી કોવિડના નવા વોરિઅન્ટ પર અસરકારક છે કે નહીં, તેનો વિશ્વાસ નથી. આ નિવેદને આ રસીઓ લેનાર લોકોમાં ભય વધારી દીધો છે. દરમ્યાન રશિયાની સ્પુતનિક કંપનીએ કહ્યું હતું કે, અમે નવા વોરિઅન્ટ વિરુદ્ધ રસી 100 દિવસમાં વિકસિત કરવાની કોશિશ કરીશું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગલાદેશ, બોસિવાના, ચીન, મોરેસ્યસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાવે, સિંગાપોર, ઈઝરાયલ, હોંગકોંગ, બ્રિટન સહિત દેશોમાંથી આવેલા યાત્રીઓ માટે ક્રીનિંગ ફરજિયાત કરાયું છે. ઓમિક્રોન સામે આવ્યા બાદ વિઝા પ્રતિબંધમાં ઢીલ અને આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાના ફરી પ્રારંભ પર અસર પડી શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer