તાતાનાં કારણે ઝુનઝુનવાલાને 753 કરોડનું જંગી નુકસાન

ટાઇટનના શૅરમાં કડાકો બોલી જતાં રોકાણકારોને સપ્તાહમાં સાત ટકાનો ફટકો
નવી દિલ્હી, તા. 27 : `િબગબુલ'નાં નામે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની કંપની ટાઇટનનાં કારણે 753 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂકયું છે. ખાસ વાત એ છે કે,  ટાઇટન ઝુનઝુનવાલાની પસંદગીની કંપની છે. ટાટા જૂથની આ કંપનીનો શેર ચાલુ સપ્તાહે લગભગ સાત ટકાથી વધુ ઘટી ચૂકયો છે.
વિતેલાં એક સપ્તાહમાં ટાઇટનના શેરની કિંમત 2467 રૂપિયામાંથી ઘટીને 2293 રૂપિયા થઇ ગઇ હતી. આ સમયગાળામાં રોકોણકારોને પ્રતિ શેર 174 રૂપિયા એટલે કે સાત ટકાનું નુકસાન થઇ ચૂકયું છે. ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા પાસે ટાઇટનના 3.37 કરોડથી વધુ શેર છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer