ઍટલાન્ટા જઈ રહેલા વિમાનમાંમહિલા પ્રવાસીએ બિલાડીને સ્તનપાન કરાવ્યાનો કેસ

રાજેન્દ્ર વોરા તરફથી
વૉશિંગ્ટન, તા. 27 : એટલાન્ટા જઈ રહેલાં ડેલ્ટા ઍરલાઈનના વિમાનમાં એક મહિલા પ્રવાસીએ પોતાની પાળેલી બિલાડીને સ્તનપાન કરાવ્યાંનો આક્ષેપ કરાયો છે. વિમાનના મદદનીશે આ મહિલાને આવું ન કરવાનું જણાવ્યાં છતાં એ માની નહોતી તેથી મેમ્બરે વિમાનના ઉતરણ બાદ ગ્રાઉન્ડ સ્ટાફને આ મહિલાની સોંપી હતી. આ મામલે તપાસ ચાલી રહ્યાંનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અમેરિકાની ડેલ્ટા ઍરલાઈને પાળીતા પશુ-પક્ષીઓને પણ તેમના માલિકની સાથે કેટલીક શરતો સાથે વિમાનમાં લઇ જવાની છૂટ આપી છે. સ્ટાફના જણાવ્યાં પ્રમાણે કેટલાક પ્રવાસીઓ આવી છૂટનો દુરુપયોગ કરી રહ્યાં છે. નાના કદના પાળતા પશુ-પક્ષીને તેના માલિકે પાંજરામાં કે પોતાના સંપૂર્ણ તાબામાં સીટની નીચે પ્રવાસ દરમિયાન રાખવાનું હોય છે અને અન્ય પ્રવાસીઓને તકલીફ કે પરેશાની ન થાય એની કાળજી લેવાની હોય છે. જોકે, કેટલાક પૈસાદાર લોકો પશુ-પક્ષીની ટિકિટ ખરીદી લીધા બાદ એને ઘરમાં ગમે ત્યાં આવ-જાની છૂટ હોય છે. એવી રીતે વિમાનમાં પણ સાથે લાવે છે અને અન્ય પ્રવાસીઓને તકલીફમાં મૂકે છે, એમ ઍરલાઈનના અધિકારીઓએ કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer