મુંબઈમાં 214 સહિત રાજ્યમાં કોરોનાના 889 નવા કેસ મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 214 નવા કેસ મળ્યાં હતાં અને એ સાથે શહેરમાંથી અત્યારસુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,62,399 થઈ ગઈ છે, મુંબઈમાં અત્યારે 2254 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે મુંબઈમાંથી 230, ગુરુવારે 179, બુધવારે 258 અને મંગળવારે 196 નવા દરદી મળેલા. છેલ્લાં 24 કલાકમાં ચાર કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,326 પર પહોંચી ગયો છે. 
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 889 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,33,612 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 8237 દરદી સારવાર હેઠળ છે. રાજ્યના દસ જિલ્લા અને ચાર મહાનગરપાલિકાની હદમાં શનિવારે એકેય નવો કેસ મળ્યો નહોતો. 
શુક્રવારે રાજ્યમાંથી 852, ગુરુવારે 848, બુધવારે 960 અને મંગળવારે 766 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,40,908 મૃત્યુ થયાં છે. રાજ્યનો મૃત્યુ દર 2.12 ટકા છે.   
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 738 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યારે સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 64,80,799 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 97.70 ટકા છે. રાજ્યમાં 87,522 લોકો હોમ ક્વૉરન્ટાઈનમાં છે જ્યારે 1045 લોકો સંસ્થાકીય ક્વૉરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,52,56,850 ટેસ્ટ કરવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer