આંધ્ર પ્રદેશમાં આભથી આફત : તોફાની વરસાદમાં 17નાં મૃત્યુ

આંધ્ર પ્રદેશમાં આભથી આફત : તોફાની વરસાદમાં 17નાં મૃત્યુ
તિરુપતિમાં પૂર જેવી પરિસ્થિતિ
અમરાવતી, તા. 20 : આંધ્રપ્રદેશમાં આભેથી આફત વરસી છે. અનરાધાર વરસાદમાં કારણે રાજ્યમાં કમસેકમ 17 લોકોના મોત થઈ ગયા હતા, તો 100થી વધુ લોકો લાપતા થઈ ગયા છે.
મોડી રાતથી જારી વરસાદના કારણે અનંતપુર જિલ્લાના કાદરી વિસ્તારમાં ત્રણ માળની એક જૂની ઈમારત ધસી પડતા ત્રણ બાળક અને એક વૃદ્ધ મહિલાના મોત થઈ ગયા હતા.
તિરુપતિની મંદિર નગરીમાં પૂર પ્રકોપમાં સેંકડોની સંખ્યામાં લોકો ફસાયેલા છે, તેવા દૃશ્યો બતાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તિરુપતિના બહારના ભાગે સ્વર્ણમુખી નદીમાં પુર આવી જતા અનેક સ્થળે રસ્તા તૂટયા છે. સડક, રેલ અને હવાઈ વ્યવહાર અવરોધાયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer