કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રમુખ બન્યાં

કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રમુખ બન્યાં
બાયડન હૉસ્પિટલમાં દાખલ થતાં
નવી દિલ્હી, તા. 20: રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે અસ્થાયી રૂપે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સત્તા હસ્તાંતરીત કરી દીધી છે. તેઓ એક કલાક અને 25 મિનિટ માટે એક નિયમિત તપાસ માટે એનેસ્થેસિયા ઉપર ગયા હતા. અમેરિકાની સત્તા થોડા સમય માટે કમલા હેરિસ પાસે રહી હતી. જો બાઇડેન શુક્રવારે મોડી રાત્રે દર વર્ષે થતી કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા ઉપર હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન પાસ્કીએ કહ્યું હતું કે, જ્યારે બાઇડેન એનેસ્થેસિયા ઉપર હતા તે સમયે હેરિસે વેસ્ટ વિંગમાં પોતાની ઓફિસમાંથી કામ કર્યું હતું. 
બાઇડેન અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે અને શનિવારે પોતાનો 79મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસના એક દિવસ અગાઉ તેઓ વોશિંગ્ટનની બહાર વાલ્ટર રીડ મેડિકલ સેન્ટ ગયા હતા. સામાન્ય રીતે ચેકઅપ દર વર્ષે કરાવે છે પણ આ વખતે રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત ટ્રીટમેન્ટ માટે ગયા હતા. કોલોનોસ્કોપી એક્ઝામિનેશન દરમિયાન બાઇડેનને બેહોશ કરવામાં આવ્યા હતા. આ જ કારણથી પ્રેસિડેન્શિયલ પાવર કમલા હેરિસ પાસે રહ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer