લખીમપુર કાંડમાં કેન્દ્રીય પ્રધાન સામે પગલાંની વરુણ ગાંધીની માગ

લખીમપુર કાંડમાં કેન્દ્રીય પ્રધાન સામે પગલાંની વરુણ ગાંધીની માગ
નવી દિલ્હી, તા. 20: ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું છે કે તે કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણયનું સ્વાગત કરે છે. વધુમાં એનએસપી અને અન્ય મુદ્દા ઉપરની માગણી ઉપર પણ તત્કાળ નિર્ણય લેવામાં આવે. જેથી કિસાનો આંદોલન સમાપ્ત કરીને ઘરે પરત કરી શકે. વરુણ ગાંધીએ આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં એક વર્ષમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવા અને એમએસપી મુદ્દે પૂરા દેશમાં કિસાન આંદોલન થયું છે. આ ત્રણ કાયદાને નિરસ્ત કરવાનો નિર્ણય સરાહનીય છે. આ સાથે લખીમપુર ખીરી ઘટના મામલે કેન્દ્રીય મંત્રી સામે કાર્યવાહીની માગણી કરી હતી.  વરુણ ગાંધીએ લખ્યું છે કે વરિષ્ઠ પદ ઉપર બેસેલા ઘણા નેતાઓએ આંદોલનકારી કિસાનો સામે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. આ રીતનાં નિવેદનો અને આંદોલનના આસપાસ બનેલા પ્રતિકુળ માહોલના કારણે જ લખીમપુર ખીરી જેવી ઘટના બની છે. વરુણ ગાંધીએ કહ્યું છે કે આ ઘટનામાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે. કિસાન પીએમ પાસેથી અપેક્ષા રાખે છે કે સંવેદનશીલ અને સમયબદ્ધ રીતે સમસ્યાઓનું સમાધાન કવામાં આવશે. દેશના લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યોના અનુસાર કિસાનોની માગણીને સ્વીકાર કરવાથી સન્માન વધશે.
વરુણ ગાંધીની ટીએમસીમાં જવાની અટકળો
વરુણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને માગણી કરી છે કે, આંદોલન દરમ્યાન મૃત્યુ થયા છે તેવા ખેડૂતોને રૂા. એક  -એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવે. આ સાથે એવી પણ અટકળો વહેતી થઈ છે કે પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહેલા ભાજપના લોકસભાના આ સાંસદ હવે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાશે. એવું કહેવાઈ રહ્યું છે કે, તેઓ ટીએમસીના નેતાઓના સંપર્કમાં છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer