શરૂઆતી તપાસ બાદ ટિમ પેનને કેપ્ટનશિપમાંથી મુક્ત ન કરી ભૂલ કરી

શરૂઆતી તપાસ બાદ ટિમ પેનને કેપ્ટનશિપમાંથી મુક્ત ન કરી ભૂલ કરી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટિમ પેન અંગે આપ્યું મહત્વનું નિવેદન
નવી દિલ્હી, તા. 20 : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ શ્રિચર્ડ ફ્રાયડેનસ્ટીને શનિવારે માન્યું છે કે બોર્ડે મહિલા સહકર્મીને અભદ્ર મેસેજ મોકલવાના મામલાની શરૂઆતી તપાસ બાદ ટિમ પેનને ટેસ્ટ કેપ્ટનશિપમાંથી મુક્ત ન કરીને ભૂલ કરી હતી. પેને એક મહિલા સહકર્મીને અશ્લીલ તસવીરો અને અભદ્ર મેસેજ અંગે ખેદ વ્યક્ત કરીને શુક્રવારે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ફ્રાયડેનસ્ટીને સીએના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે સાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે 2018ના નિર્ણય અંગે વાત કરી શકે નહી કારણ કે તેઓ ત્યાં નહોતા. જો કે તથ્યોના આધારે કહી શકાય કે વર્તમાન સમયમાં બોર્ડ આવો નિર્ણય કરી શકે નહી. 
વધુમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ સ્વીકાર કરે છે કે નિર્ણયે સ્પષ્ટરીતે ખોટો સંદેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં કેપ્ટનની મુખ્ય ભૂમિકાના માપદંડ હાઈલેવલના હોવા જોઈએ. આ મામલો 2017નો છે અને ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ તસ્માનિયાની તપાસમાં ક્લીન ચીટ મળી હતી. પેનને 2018મા દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં બોલ સાથે ચેડાના વિવાદ બાદ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પેને જે મહિલા સાથે અયોગ્ય વર્તન કર્યું તેણે 2017મા જ નોકરી છોડી દીધી હતી. આ મામલે દિગ્ગજ ક્રિકેટર માર્ક વોએ કહ્યું છે કે, હવે ટિમ પેનની કેરિયન આગળ વધતી દેખાઈ રહી નથી. જ્યારે એક વખત એમ પણ કહ્યું હતું કે, શુક્રવારે જ ટિમ પેને ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની જરૂર હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer