સખણા નહીં રહો તો સર્જિકલ સ્ટ્રાઈક

પાકિસ્તાનને રાજનાથનો સંદેશો
પિથૌરાગઢ, તા. 20 : શહીદ સન્માન સમારોહમાં પિથૌરાગઢ પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન અને ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતને અસ્થિર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે પરંતુ અમે તેમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે પલટવાર કરીશું. આ નવું અને શક્તિશાળી ભારત છે.
રાજનાથે કહ્યું કે ભારત તમામ પાડોશીઓ સાથે સારા સંબંધ ઈચ્છે છે. પરંતુ અમુક એવા દેશ પણ છે જે આતંકવાદી હુમલાઓ દ્વારા દેશને અસ્થિર કરવાના પ્રયાસ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે હવે જો વધુ ગરબડ કરશો તો સીમા પાર આવીને અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી શકીએ છીએ, એર સ્ટ્રાઈક કરી શકીએ છીએ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer