ખેડૂતોને કચડનારા પ્રધાનપુત્રને સજા આપો

મોદીને પ્રિયંકાનો પત્ર
લખનૌ, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખતાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ લખીમપુર ખીરી હિંસા કેસમાં કાર્યવાહી સામે સવાલ ઊઠયા છે.
પ્રિયંકાએ કહ્યું હતું કે, મંત્રી અજય મિશ્રા `ટેની'ના પુત્રએ કિસાનોને કચડયા છે. આ ક્રૂરતા આખા દેશે જોઈ છે. આવા મંત્રીને હટાવવા જોઈએ. કિસાનો માટે આપની નિયત સાફ હોય, તો અમિત શાહ અને યોગી આદિત્યનાથ મંત્રી અજય મિશ્રા સાથે મંચ પર ન બેસે, આ પીડિત કિસાન પરિવારોનું અપમાન છે, તેવું તેમણે કહ્યું હતું.  સરકારનું વલણ જોતાં લાગે છે કે કોઈ વિશેષ આરોપીને બચાવવાના પ્રયાસ કરી રહી છે  તેવું કહેતાં મોદીને પત્રમાં પ્રિયંકાએ પાંચ પ્રશ્નો પૂછ્યા હતા. લખીમપુર હિંસા મામલામાં કિસાન પીડિતોને ન્યાય અપાવવો આપની પ્રાથમિકતા હોવી જોઈએ, તેવું તેમણે કહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer