સુરત ભારતનું બીજું સૌથી સ્વચ્છ શહેર

છતીસગઢ સૌથી સ્વચ્છ રાજ્ય
નવી દિલ્હી, તા. 20 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શનિવારે દેશના સૌથી સ્વચ્છ શહેરોનું સન્માન કરાયું, જેમાં ગુજરાત રાજ્યનું સુરત પણ સામેલ છે.
સુરત ઈંદોર પછી દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. ગુજરાતના આ મહાનગરને વિતેલા વરસે ફાઈવસ્ટાર રેટિંગ અપાયું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં છત્તીસગઢને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય ઘોષિત કરાયું છે.
આંધ્રપ્રદેશનું વિજયવાડા ભારતનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દેશના 342 શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરાયા હતા.
સૌથી સ્વચ્છ ગંગા શહેરની યાદીમાં ઉત્તરપ્રદેશના વારાણસીને પ્રથમ સ્થાન મળ્યું છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2021માં કચરામુક્ત શહેર અને સફાઈમિત્ર  ચેલેન્જની શ્રેણીમાં શહેરોને પુરસ્કાર અપાયા હતા.
આ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના કુલ્લ 4320 શહેરોએ ભાગ લીધો હતો. કુલ્લ 166 શહેરને ફાઈવ સ્ટારથી પણ સન્માનિત કરાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer