લખીમપુર હિંસા : આરોપી આશિષ મિશ્રાની મોડી રાત્રે ધરપકડ

ભાજપના કાર્યકરોની હત્યા માટે ખેડૂતો દોષિત નથી : રાકેશ ટિકૈત
લખીમપુર, તા. 9 : લખીમપુર ખીરીમાં આંદોલનકારી ખેડૂતોને ગાડીથી કચડવાના કેસમાં કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા આજે લગભગ ચાર દિવસ બાદ એસઆઈટી સમક્ષ હાજર થયો હતો. આશિષ પર ખેડૂતોની હત્યાનો કેસ થયો છે અને સવારથી લઈને મોડી રાત્રિ સુધી તેની પૂછપરછ ચાલી હતી અને લગભગ 11 વાગ્યે તેની વિધિવત્ ધરપકડ કરાઈ હતી. આરોપીની તબીબી તપાસ બાદ તેને આવતી કાલે મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાઈ શકે છે. એસ.આઈ.ટી.એ આશિષને પૂછવા માટે 32 પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી અને દિવસભર સઘન પૂછપરછ બાદ આખરે ધરપકડ કરાઈ હતી.
દરમિયાન, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પત્રકાર પરિષદમાં ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું હતું કે તેઓ લખીમપુર ખીરી હિંસા દરમિયાન ભાજપ કાર્યકર્તાઓના લિન્ચિબંગને અયોગ્ય નથી માનતા. આ એક પ્રતિક્રિયા હતી. તેના પાછળ કોઈ સાજીશ નહોતી. આ માટે લિન્ચિંગને તેઓ યોગ્ય ગણે છે. ટિકૈતે કહ્યું હતું કે, કાર્યકર્તાઓ ઉપર હુમલો કરનારાઓને અપરાધી નથી ગણી રહ્યા. તેઓએ લખીમપુર ખીરીમાં હત્યા કરી કારણ કે પ્રદર્શનકારીઓ ઉપર કાર ચડાવવાની પ્રતિક્રિયા હતી.' ટિકૈતે કહ્યું હતું કે, લખીમપુરમાં કારના એક કાફલાએ ચાર કિસાનોને કચડી નાખ્યા હતા. જેના જવાબમાં ભાજપના બે કાર્યકર્તા માર્યા ગયા છે.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer