કાશ્મીરમાં તાલિબાનની ઘૂસણખોરીની શક્યતા : સેનાધ્યક્ષ

નવી દિલ્હી, તા. 9 : કાશ્મીરમાં થોડા દિવસથી ત્રાસવાદીઓ દ્વારા હિન્દુઓની હત્યાનો સિલસિલો શરૂ થયો છે ત્યાં હવે સેનાધ્યક્ષ એમ.એમ. નરવણેએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અફઘાન મૂળના વિદેશી નાગરિકો-તાલિબાનો પણ કાશ્મીરમાં ઘુસણખોરી કરી શકે છે. નરવણેએ જમ્મુ અને કાશ્મીરમાં તાલિબાની આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતા નકારી નહોતી અને કહ્યું હતું કે બે દશક પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન દરમ્યાન જમ્મુ અને કાશ્મીરમાં આવી ઘૂસણખોરી જોવા મળી હતી પણ ભારતીય સેના આવી કોઈ પણ કરતૂતને નાકામ બનાવવા માટે સજ્જ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer