પીએમ મોદી 13મીએ કરશે ગતિ શક્તિ માસ્ટર પ્લાનનું અનાવરણ

ઇન્ફ્રા પ્રોજેક્ટમાં આવશે ક્રાંતિ : 16 વિભાગને એક મંચ ઉપર લાવવામાં આવશે
નવી' દિલ્હી, તા. 9: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરના રોજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનું અનાવરણ કરશે. જેના હેઠળ 2025 સુધીમાં તમામ પાયાનાં માળાખાની પરિયોજનાઓની એક યોજના બનાવવા માટે કેન્દ્ર સરકારના 16 વિભાગને એકસાથે લાવવામાં આવશે. આઇટી મંત્રાલય હેઠળ ભાસ્કરાચાર્ય રાષ્ટ્રીય અંતરિક્ષ અનુપ્રયોગ અને ભૂ સૂચના વિજ્ઞાન સંસ્થાને પૂરા દેશના જીપીએસ મેપિંગના 200 સ્તર સાથે મલ્ટી મોડેલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.'
રાજ્ય સરકારોને પણ તમામ પાયાનાં માળખા અને કનેક્ટિવિટી પરિયોજનાઓ માટે ભાગીદારનાં રૂપમાં મંચ સાથે જોડાવા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ યોજનામાં 2020-21 સુધી નિર્મિત તમામ પરિયોજનાઓનું વિવરણ છે. આ ઉપરાંત 2025 સુધીની કલ્પના કરવામાં આવી છે. જેમાં 16 વિભાગની તમામ કેન્દ્રીય યોજનાઓને સામેલ કરવામાં આવી છે. પીએમ મોદીએ ચાલુ વર્ષે સ્વતંત્રતા દિવસ ભાષણમાં ગતિ શક્તિ યોજનાની ઘોષણા કરી હતી.
'જેમાં રેલવે, સડક અને રાજમાર્ગ, નૌવહન, પેટ્રોલિયમ અને ગેસ,' દુરસંચાર સહિતના 16 વિભાગને સામેલ કરવામાં આવ્યા છે. આ યોજનાનાં માધ્યમથી દેશના યુવાનોને રોજગારની તક પ્રદાન કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાનું કુલ બજેટ 100 લાખ કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર યોજનાની અસરકારક અમલવારી માટે કેન્દ્રના તમામ 16 વિભાગના શીર્ષ નોકરશાહનું નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ ગઠિત કરી રહી છે.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer