વર્લ્ડ જુ. શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ભારત ટોચ પર

આખરી દિવસે વધુ બે ગોલ્ડ મેડલ જીત્યા
લીમા, તા.9: ભારતીય નિશાનેબાજ અનીશ ભાનવાલ, આદર્શસિંહ અને વિજયવીર સિદ્ધુની ત્રિપુટીએ વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપના આખરી દિવસે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સાથે જ ભારતે આ સ્પર્ધામાં 30 મેડલ જીતીને ટોચ પર રહ્યં છે. આ સિવાય પુરુષોની ડબલ ટ્રેપ સ્પર્ધામાં વિનયસિંહ ચંદ્રાવતે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આયુષી પોદાર અને એશ્વર્ય પ્રતાપસિંઘે 50 મીટર થ્રી પોઝિશનની મિક્સ ટીમ સ્પર્ધામાં સિલ્વર પર નિશાન તાંક્યું હતું.
વર્લ્ડ જૂ. શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત 13 સુવર્ણ, 11 રજત અને 6 કાંસ્ય મળીને 30 ચંદ્રક સાથે ટોચ પર રહ્યં છે. બીજા સ્થાને રહેનાર અમેરિકાના ખાતામાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer